Friday, 23 December 2016

મળ્યું નવું તળાવ



કેયુર વનમાં  સેન્ડી સસલો રહેતો હતો. આમતો એ વનમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. પણ સમય જતા સેન્ડીની મિત્રતા રેકુ રીછ સાથે થાય. વનમાં બને મિત્રો સાથેજ ફરતા. એકવાર અચાનક રેકુ બીમાર પડ્યો, સેન્ડી તેમને મળવા ગયો. તેને જોયું તો રેકુ ના પગમાં સખત વાગ્યું હતું અને તેને જોરદાર પીડા પણ થતી હતી. પોતાના મિત્ર ને આમ તકલીફ માં જોઈને સેન્ડીને બહુજ દુઃખ થયું.
              સેન્ડી રેકુને લઈને કેયુરવનના ડૉક્ટર હેમુ હાથી પાસે પહોંચીયો. ડૉક્ટર હેમુ પ્રાણીઓની સારવાર કરતા હતા. સ્વભાવે તેઓ બહુ કડક હતા. રેકુની સારવાર મફત માં કરવા બાદલ ડૉક્ટર હેમુએ સેન્ડીને પોતાના નાનાં-મોટાં કામ કરવા માટે કહ્યું. પોતાના મિત્ર માટે સેન્ડીએ ડો. હેમુની સરત પણ માની લીધી. ડો. હેમુના ઈલાજ પછી થોડા દિવસમાં રેકુ સાજો થય ગયો, પણ સરત મુજબ સેન્ડી ડો. હેમુ ની સેવા કરતો રહ્યો. આરીતે સમય પસાર થતો ગયો ને ઉનાળો આવી પહોંચ્યો. વનના બધાજ તળાવ સુકાઈ ગયા. ડો. હેમુને પાણી વધારે જોઈએ, પણ કરવું શુ?
                         એક દિવસ ડો. હેમુને સખત તરસ લાગી. સેન્ડીએ બીજું તળાવ શોધવાનો ખુબ પ્રયત્ન કર્યો. સંજોગોવસાત એક દિવસ રેકુ ને થોડે દૂર પાણી નું ભરેલું એક તળાવ દેખાયું. ઊંચા પહાડ ઉપરથી પાણી એ તળાવમાં પડતું હતું. રેકુ સેન્ડી અને હેમુને એ તળાવ પાસે લાવ્યો. ડો. હેમુએ તળાવમાં પગ નાખ્યો અને તે દલદલમાં ફસાયો. બહુજ પ્રયત્ન કર્યો એમાંથી બહાર નીકળવાનો, પણ નીકળી શકતો નહતો.

                           છેવટે રેકુ વનમાં અન્ય પ્રાણીઓને બોલાવી લાવ્યો. સૌએ ભેગા મળીને ડો. હેમુને એ દલદલમાંથી બહાર કાઢ્યો. પોતાનો જીવ બચ્યો એ વિચારીને ડો. હેમુ ખુબ ખુશ થય ગયો. રેકુનો તેને આભાર માન્યો. એ જ વખતે ડો. હેમુ એ  સેન્ડીને પોતાની સરત માંથી મુક્ત કર્યો. હવે બધા  પ્રાણીઓ સંપીને એ તળાવ નજીક રહેવા લાગ્યાં.

0 comments:

Post a Comment